7 - શામળીઆ / લલિત ત્રિવેદી
છું સ્વયમ આવકાર, શામળિયા !
મારા મનમાં પધાર, શામળીઆ
તું જ મારો વિચાર, શામળિયા !
તું જ છો આરપાર, શામળીઆ !
આવ સાંભળ તું મારા કણકણને
હું છું સાક્ષાત્ પુકાર, શામળીઆ !
આ બધી ધમપછાડની વચ્ચે
તુઝકો મિલના હૈ, યાર શામળીઆ !
જીવ છું સાવ કોરો તારે નામ
મારી હુંડી સ્વીકાર, શામળીઆ !
છું અધૂરું રહી ગયેલું ભજન
મારો કરજે ઉધ્ધાર, શામળીઆ !
વર્ષ - ૧૯૯૪
મારા મનમાં પધાર, શામળીઆ
તું જ મારો વિચાર, શામળિયા !
તું જ છો આરપાર, શામળીઆ !
આવ સાંભળ તું મારા કણકણને
હું છું સાક્ષાત્ પુકાર, શામળીઆ !
આ બધી ધમપછાડની વચ્ચે
તુઝકો મિલના હૈ, યાર શામળીઆ !
જીવ છું સાવ કોરો તારે નામ
મારી હુંડી સ્વીકાર, શામળીઆ !
છું અધૂરું રહી ગયેલું ભજન
મારો કરજે ઉધ્ધાર, શામળીઆ !
વર્ષ - ૧૯૯૪
0 comments
Leave comment