72 - તું જ સામે હોય / લલિત ત્રિવેદી
આંખ ખૂલે ને તું જ સામે હોય
તો પછી એને કોનું કામે હોય !
કામમાં હોય કે વિસામે હોયે
નામ એનું જ હાડચામે હોય
કૈં જરૂરી નથી એ સામે હોય
એ ગમે તેના શુભનામે હોય
યાદ કરતા ન હોય એમ નથી
શક્ય છે એ ઠરીને ઠામે હોય
કાફલાઓ પસાર થાતા’તા
એ રૂધિર આજ સૂમસામે હોય
એક પથ્થરને આપ તરવાનું
ને એ પથ્થરમાં રામનામે હોય !
વર્ષ - ૧૯૯૮
તો પછી એને કોનું કામે હોય !
કામમાં હોય કે વિસામે હોયે
નામ એનું જ હાડચામે હોય
કૈં જરૂરી નથી એ સામે હોય
એ ગમે તેના શુભનામે હોય
યાદ કરતા ન હોય એમ નથી
શક્ય છે એ ઠરીને ઠામે હોય
કાફલાઓ પસાર થાતા’તા
એ રૂધિર આજ સૂમસામે હોય
એક પથ્થરને આપ તરવાનું
ને એ પથ્થરમાં રામનામે હોય !
વર્ષ - ૧૯૯૮
0 comments
Leave comment