25 - સાચા શબ્દ સામે / લલિત ત્રિવેદી


કઈ રીતે ફરકે ધજાની જેમ આ પીડા, પ્રભુ !
એક માણસમાં મળે કેવી રીતે મીરાં, પ્રભુ !

જેમ તારા હાથમાં ઘટઘટ તણી ઘટમાળ છે
આ અમારા હાથમાં છે એમ મંજીરાં, પ્રભુ !

ક્યાં સુધી જીવાડશો અમને હજી આ વેશમાં
કે હવે આવો અને એના કરો લીરા, પ્રભુ !

તું નથી મળતો તો તારા ઘર સુધી પહોંચ્યા અમે
ને પછી પથ્થરની સામે રોજ ગોકીરા, પ્રભુ!

એક સાચા શબ્દ સામે આંખ મંડાતી નથી
ને અમે તો શોધતા’તા ગઝલમાં હીરા, પ્રભુ !


0 comments


Leave comment