48 - તો કવિતા થાય / લલિત ત્રિવેદી
તરણે તરણે થાય... વનવન ભટકે વનિતા થાય
હે ગુરુ ગણપતિ ! લાગુ પાય.. કરો કૃપા તો કવિતા થાય
વરણાગતને શું વિસરામ? ત્રિવિધ તાપ ને તૃષા તમામ
અડખે પડખે શ્યામા, રામ ! માંડ કરીને સવિતા થાય
કાગળ પર લસરે લોલુપ, જેમ લલિતામાં બાહુક
ક્રોડ ક્રોડ રાતો કામુક, બનીઠનીને કિત્તા થાય
કાળઝાળ કાયાનો કોપ, ધૂળ ધજા ને ધામ અલોપ
ઇશપાંગત શું ઇશિતા થાય, ગાત ગળે ને ગલિતા થાય
ઊડે તણખલાં પાંચપચીસ, કરાળ કંપે જગબત્રીસ
વાડ અને રંજાડ દસદિસ, જરે કલમ... જરજરિતા થાય
શમે આંખ ઝબકારો થાય, બાવન સોંસરવું દેખાય
પ્રગટે સુરતા સરિતા થાય, કરો કૃપા અસ્ખલિતા થાય
૧૨-૧૦-૨૦૦૧

0 comments
Leave comment