93 - નિરાંત થઇ / લલિત ત્રિવેદી
તમા રહી ન સમયની, ચલો નિરાંત થઈ
અસર ન લય કે વિલયની, ચલો નિરાંત થઈ
સમાપ્ત અવશતા ક્ષયની, ચલો નિરાંત થઈ
ધજા ફરુકે અજયની, ચલો નિરાંત થઈ
પ્રસન્ન સાંજ... લગાતાર એ જ ઉપવન પણ..
જરૂર ક્યાં છે વિષયની, ચલો નિરાંત થઈ
ખુમાર તારો હતો.. રાત પણ હતી તારી...
સવાર ના પડી મયની, ચલો નિરાંત થઈ
હંમેશ સાથે અને સરખી સરખી લાગે છે
ઋતુઓ પુખ્ત છે વયની, ચલો નિરાંત થઈ
રહસ્ય જંગલોનાં મેં શરીરમાં જોયાં છે
ન રાત્રિઓ હવે ભયની, ચલો નિરાંત થઈ
ઓગસ્ટ, ૨૦૦૭
અસર ન લય કે વિલયની, ચલો નિરાંત થઈ
સમાપ્ત અવશતા ક્ષયની, ચલો નિરાંત થઈ
ધજા ફરુકે અજયની, ચલો નિરાંત થઈ
પ્રસન્ન સાંજ... લગાતાર એ જ ઉપવન પણ..
જરૂર ક્યાં છે વિષયની, ચલો નિરાંત થઈ
ખુમાર તારો હતો.. રાત પણ હતી તારી...
સવાર ના પડી મયની, ચલો નિરાંત થઈ
હંમેશ સાથે અને સરખી સરખી લાગે છે
ઋતુઓ પુખ્ત છે વયની, ચલો નિરાંત થઈ
રહસ્ય જંગલોનાં મેં શરીરમાં જોયાં છે
ન રાત્રિઓ હવે ભયની, ચલો નિરાંત થઈ
ઓગસ્ટ, ૨૦૦૭
0 comments
Leave comment