31 - જોઈ લે / લલિત ત્રિવેદી


ખુલ્લા પડી રહ્યા છે તારા શ્વાસ, જોઇ લે
તું થઈ ગયો છે દેહનો અહેસાસ, જોઈ લે

કેવળ ઊઘડતો જાય છે અજવાસ, જોઈ લે
કેવો છે માત્ર મૌનનો સહવાસ, જોઈ લે

અંદરબહાર સર્વ એકાકાર થૈ જશે
ઉતરી રહ્યું છે તારામાં આકાશ, જોઈ લે

અંજળની પેલે પાર જવું ઔર વાત છે
ક્યાં તું તરી શકે છે તારી પ્યાસ, જોઈ લે

એવું નથી કે વીજ બદન પર પડી નથી
ન્તુઅલગ છે આજનું આકાશ, જોઈ લે

બિંદુ બની ગયું છે કોઈ તારામાં હવે
કોઈ વિકસતું જાય છે ચોપાસ, જોઈ લે

વર્ષ - ૧૯૯૮


0 comments


Leave comment