96 - ખચ્ચ ! / લલિત ત્રિવેદી


ઝેર કટોરો લૈને ખચ !
જા સગપણની વચ્ચોવચ !

ટગલી ડાળે બેઠું સચ
કેવી તેં દીધી લાલચ !

પહેલા પંડમાં ડંકા પાડ
છોડી દે તિરથ અધવચ !

વક્ષ સોંસરું ઝૂલે છે
સૂન ઓરડા જેવું સચ !

નહિ પરવત કે નહિ કરવત
ધડકનનું આ લાંબુ લચ !

પડછાયો ઝળહળ પૂછે :
તેજતિમિરમેં ક્યાં હૈ સચ ?

જા ખૂણાને અજવાળે
તારી ઘેઘૂર સાંજથી બચ !


0 comments


Leave comment