86 - અલગ છીએ / લલિત ત્રિવેદી
મારા જનમનો પાર અને હું અલગ છીએ
સાહિબ ! તમારો પ્યાર અને હું અલગ છીએ
દીવાસળીના તથ્યનું હું જળ અને અન્ન છું
તેજોતિમિરનો તાર અને હું અલગ છીએ
આકાશ ખુદ લઈ ગયું શ્રદ્ધા તરફ મને
નહિતર કથાનો સાર અને હું અલગ છીએ
આ રક્તના સૂરોનો હું આશિક છું, ભજનિકો !
કરતાલનો પ્રકાર અને હું અલગ છીએ
રંગીન છું અને રંગનું કારણ છું હું સ્વયમ્
અસ્થિની શ્વેત ધાર અને હું અલગ છીએ
સાચે જ હુંમ્બોગરીબ સાંજ છું હવે
મૌસમના ફેરફાર અને હું અલગ છીએ
આકારમાં રહી અને હું દોમદોમ છું
આકાશ... આરપાર... અને હું અલગ છીએ
આ બોધિવૃક્ષ નીચે કદીક સંભળાય છે –
- અંદરની આ પુકાર અને હું અલગ છીએ
સાહિબ ! તમારો પ્યાર અને હું અલગ છીએ
દીવાસળીના તથ્યનું હું જળ અને અન્ન છું
તેજોતિમિરનો તાર અને હું અલગ છીએ
આકાશ ખુદ લઈ ગયું શ્રદ્ધા તરફ મને
નહિતર કથાનો સાર અને હું અલગ છીએ
આ રક્તના સૂરોનો હું આશિક છું, ભજનિકો !
કરતાલનો પ્રકાર અને હું અલગ છીએ
રંગીન છું અને રંગનું કારણ છું હું સ્વયમ્
અસ્થિની શ્વેત ધાર અને હું અલગ છીએ
સાચે જ હુંમ્બોગરીબ સાંજ છું હવે
મૌસમના ફેરફાર અને હું અલગ છીએ
આકારમાં રહી અને હું દોમદોમ છું
આકાશ... આરપાર... અને હું અલગ છીએ
આ બોધિવૃક્ષ નીચે કદીક સંભળાય છે –
- અંદરની આ પુકાર અને હું અલગ છીએ
0 comments
Leave comment