19 - કોણ સરતું જાય છે ? / લલિત ત્રિવેદી


હે ભગત ! ઝબકાર કેવળ હોય છે, કંઈ પણ પછી હોતું નથી
મંજીરાં પળવાર કેવળ હોય છે, કંઈ પણ પછી હોતું નથી

વક્ષ જ્યારે ઝળહળે છે સ્પર્થ સુક્કું પાંદડું થઈ જાય છે
અગ્નિ તો સંસ્કાર કેવળ હોય છે, કંઈ પણ પછી હોતું નથી

શું કિનારાને ખબર – શમવું સમાવું છે નદીના જાતતપ
દરિયો આવિષ્કાર કેવળ હોય છે, કંઈ પણ પછી હોતું નથી

હું ગુફા જેવા, ગગન જેવા તિમિર ને તેજની છું પ્રક્રિયા
ચર-અચર અણસાર કેવળ હોય છે, કંઈ પણ પછી હોતું નથી

લૂણ ઊતરે છે, હે દરિયાપીર ! સાતે સાત જળની પારના
આયખું સંચાર કેવળ હોય છે, કંઈ પણ પછી હોતું નથી

આ ભજનની સાથે સાથે પંડમાંથી કોણ સરતું જાય છે?
કોનો આ આકાર કેવળ હોય છે, કંઈ પણ પછી હોતું નથી

૧૯-૮-૨૦૦૦


0 comments


Leave comment