97 - ન ક્યાંય તીરથ / લલિત ત્રિવેદી


હવે જિવાડો
ન ચીર ફાડો

ગલી સૂની છે
ખૂલાં કમાડો...

મકાન.. માણસ...
પડે તિરાડો

છે ખાલી ભીંતો
ન સાદ પાડો

પહાડ પાછળ
હજી પહાડો

ન ક્યાંય તીરથ
ખીણો, કરાડો...

કહો કિહાં લગ
આ રાતદહાડો ?

૩૧-૦૮-૧૯૯૭


0 comments


Leave comment