91 - વિરાટ જોયું નહીં / લલિત ત્રિવેદી
એનું પગલું વિરાટ જોયું નહિ
જોયું નહિ મેં લલાટ જોયું નહિ
કેવી છે કાચી માટ જોયું નહિ
જીવ છે સાટોસાટ જોયું નહિ
એવી તે કેવી ઝણ ચડી ગૈ કે –
- ઘૂઘવે ઘોર અફાટ જોયું નહિ !
પાણી વળગ્યાં રે પીર દરિયાના
ઝીંકે મોજાં થપાટ જોયું નહિ
ક્યાં ગઈ ઉરપ્રદેશની સુરભિ –
- એ મેં ખોલી કબાટ જોયું નહિ
કોણ કીધા કરે છે નીંદરમાં
“ઘર છે, ઘરમાં છે ખાટ જોયું નહિ?”
ઝાળ અડકી રે દાણેદાણામાં
દડમજલ રાત વાટ જોયું નહિ
૧૯-૬-૨૦૦૭
જોયું નહિ મેં લલાટ જોયું નહિ
કેવી છે કાચી માટ જોયું નહિ
જીવ છે સાટોસાટ જોયું નહિ
એવી તે કેવી ઝણ ચડી ગૈ કે –
- ઘૂઘવે ઘોર અફાટ જોયું નહિ !
પાણી વળગ્યાં રે પીર દરિયાના
ઝીંકે મોજાં થપાટ જોયું નહિ
ક્યાં ગઈ ઉરપ્રદેશની સુરભિ –
- એ મેં ખોલી કબાટ જોયું નહિ
કોણ કીધા કરે છે નીંદરમાં
“ઘર છે, ઘરમાં છે ખાટ જોયું નહિ?”
ઝાળ અડકી રે દાણેદાણામાં
દડમજલ રાત વાટ જોયું નહિ
૧૯-૬-૨૦૦૭
0 comments
Leave comment