34 - વાટ બાવનમી / લલિત ત્રિવેદી
કંકુવરણા વિલાસ જેવો અરસપરસનો
હે જંગલ ! ઘેઘૂર છે માણસ જાત જણસનો
જીભ ઝાલતા ગળથુથીના મંતર વળગે,
ખાતોપીતો અવશ ઓરડો ખૂલે તરસનો
પ્રગાઢ આ કેસૂડા ને આ મધુર નિશાઓ
ખીજવે તોરી આસોપાલવ સાત તમસનો
અશ્વોની ખેપટમાં રણકે કાચ-કચોળાં
ભુજાઓમાં ત્રંબાટ હજી મોસંબી રસનો
સાંજ પડી છે ચાલ ત્વચામાં દીવા કરીએ
બીજો તો શું હોય પ્રિયે ! ઉપચાર કણસનો
વર્ષ - ૨૦૦૩
હે જંગલ ! ઘેઘૂર છે માણસ જાત જણસનો
જીભ ઝાલતા ગળથુથીના મંતર વળગે,
ખાતોપીતો અવશ ઓરડો ખૂલે તરસનો
પ્રગાઢ આ કેસૂડા ને આ મધુર નિશાઓ
ખીજવે તોરી આસોપાલવ સાત તમસનો
અશ્વોની ખેપટમાં રણકે કાચ-કચોળાં
ભુજાઓમાં ત્રંબાટ હજી મોસંબી રસનો
સાંજ પડી છે ચાલ ત્વચામાં દીવા કરીએ
બીજો તો શું હોય પ્રિયે ! ઉપચાર કણસનો
વર્ષ - ૨૦૦૩
0 comments
Leave comment