74 - ક્યાં મને લઈ ગઈ જુઓ / લલિત ત્રિવેદી
એક ઘર આપી દીવાલો ક્યાં મને લઈ ગઈ જુઓ
શ્વાસ આપીને હવાઓ ક્યાં મને લઈ ગઈ જુઓ
ક્યાંથી ક્યાં લંબાઈ ગઈ તારા સુધીની જાતરા
મારા જન્મોની કથાઓ ક્યાં મને લઈ ગઈ જુઓ
હું હવે તારે નગર ડગલું ભરી શકતો નથી
રોજ આથમતી દિશાઓ ક્યાં મને લઈ ગઈ જુઓ
આ કિરણના દેશમાં હું અજનબી ઇન્સાન છું
આંખમાં ઓગળતી રાતો ક્યાં મને લઈ ગઈ જુઓ
કેટલું સહેલું હતું નહિતર ગગનને સ્પર્શવું !
પણ સપાટીની મજાઓ ક્યાં મને લઈ ગઈ જુઓ
૯-૮-૧૯૯૭
શ્વાસ આપીને હવાઓ ક્યાં મને લઈ ગઈ જુઓ
ક્યાંથી ક્યાં લંબાઈ ગઈ તારા સુધીની જાતરા
મારા જન્મોની કથાઓ ક્યાં મને લઈ ગઈ જુઓ
હું હવે તારે નગર ડગલું ભરી શકતો નથી
રોજ આથમતી દિશાઓ ક્યાં મને લઈ ગઈ જુઓ
આ કિરણના દેશમાં હું અજનબી ઇન્સાન છું
આંખમાં ઓગળતી રાતો ક્યાં મને લઈ ગઈ જુઓ
કેટલું સહેલું હતું નહિતર ગગનને સ્પર્શવું !
પણ સપાટીની મજાઓ ક્યાં મને લઈ ગઈ જુઓ
૯-૮-૧૯૯૭
0 comments
Leave comment