38 - રુદ્રાખમાં પ્રિયે ! / લલિત ત્રિવેદી


પલળ્યા કરીશું ક્યાં સુધી આ દ્રાખમાં, પ્રિયે !
ને ક્યાં સુખી આ સાત રંગ આંખમાં, પ્રિયે !

માળાને અડીએ એમ જડીએ એકમેકને
ઝબકોળો ટેરવાં હવે રુદ્રાખમાં, પ્રિયે !

વર્ષ - ૧૯૯૫


0 comments


Leave comment