95 - ગોઠ / લલિત ત્રિવેદી
ફેરે ફેરે ઠલવું પોઠ,
કેમ કરી બેસું બાજોઠ?
નામ તમારું ઘૂંટીએ, સાજન !
લોક ગણે છે અમને ઠોઠ !
કેમ કરી હું રંગુ તમને?
ગિરધર, શી રીત માંગુ ગોઠ ?
લોઢ ઊછળે લોઢ લોહીમાં
પણ, મણમણનું લોઢું હોઠ !
જે દિન નીકળ્યા તારે ગામ,
નથી ભર્યા પગલાં પારોઠ !
શબ્દ ઓગળે આંખો માંહે,
અને મૌનથી મ્હેકે હોઠ !
ગોઠે ક્યાં ને ગાંઠે પણ ક્યાં ?
તમ વિણ ક્યાં જઈ માંડુ ગોઠ ?
ઓગસ્ટ, ૧૯૯૭
કેમ કરી બેસું બાજોઠ?
નામ તમારું ઘૂંટીએ, સાજન !
લોક ગણે છે અમને ઠોઠ !
કેમ કરી હું રંગુ તમને?
ગિરધર, શી રીત માંગુ ગોઠ ?
લોઢ ઊછળે લોઢ લોહીમાં
પણ, મણમણનું લોઢું હોઠ !
જે દિન નીકળ્યા તારે ગામ,
નથી ભર્યા પગલાં પારોઠ !
શબ્દ ઓગળે આંખો માંહે,
અને મૌનથી મ્હેકે હોઠ !
ગોઠે ક્યાં ને ગાંઠે પણ ક્યાં ?
તમ વિણ ક્યાં જઈ માંડુ ગોઠ ?
ઓગસ્ટ, ૧૯૯૭
0 comments
Leave comment