66 - એક શ્રાવણ / લલિત ત્રિવેદી


ફક્ત ભીંતોને જ મળતો હોઉં છું
વાંસળીમાંથી નીકળતો હોઉં છું

સૂર્યનો સંચાર પણ ક્યાં હોય છે?
બસ, બરફ માફક પીગળતો હોઉં છું

એક શ્રાવણ યાદ આવે છે અને
બંધ કમરામાં પલળતો હોઉં છું

તું મને ક્યાં શોધશે, સૂરજમુખી !
વાદળો પાછળ રઝળતો હોઉં છું

વર્ષ - ૧૯૭૩


0 comments


Leave comment