18 - સમજી નહીં શકે / લલિત ત્રિવેદી


પીડાની આ સગાઈ તું સમજી નહીં શકે
છે કોણ મીરાંબાઈ તું સમજી નહીં શકે

બંને છે રાતજાઈ તું સમજી નહીં શકે
બત્તી અને રૂબાઈ તું સમજી નહીં શકે

ચાદર ઉપર લિખાઈ તું સમજી નહીં શકે
અવધૂતની અઢાઈ તું સમજી નહીં શકે

કૈસી હૈ યે લગાઈ તું સમજી નહીં શકે
આ જાગવું જિવાઈ તું સમજી નહીં શકે

ક્યાં લૈ ગઈ દુહાઈ તું સમજી નહીં શકે
આ તથ અતથ ને સાંઈ તું સમજી નહીં શકે

તબકે છે ઠેઠ ઊંડે, દ્વાર પર તો ક્યાંથી હોય ?
આ લાભશુભ સવાઈ તું સમજી નહીં શકે

સોગંધ બાણશય્યામાં ઝળહળતી આંખના
કેવી છે આ તળાઈ તું સમજી નહીં શકે

૩-૪-૨૦૦૦


0 comments


Leave comment