99 - ધજા લગ / લલિત ત્રિવેદી
ન કારણ ન લગભગ
છે ક્યાં લગનો મારગ ?
સ્મરણની લગોલગ
હતા રાતનાં ઢગ !
સતત છે આ રાત્રિ
અને બૂઝતી શગ
વટાવી દો ઊંબર
ચલો એ ધજા લગ
હજી ગુલબદન ! તું
વસે છે રગેરગ
છે કાશીની કરવત
આ બે આંખનું જગ
અહાલેક ! અહાલેક !
ભરો દૂરના ડગ...
૨૬-૦૮-૧૯૯૭
છે ક્યાં લગનો મારગ ?
સ્મરણની લગોલગ
હતા રાતનાં ઢગ !
સતત છે આ રાત્રિ
અને બૂઝતી શગ
વટાવી દો ઊંબર
ચલો એ ધજા લગ
હજી ગુલબદન ! તું
વસે છે રગેરગ
છે કાશીની કરવત
આ બે આંખનું જગ
અહાલેક ! અહાલેક !
ભરો દૂરના ડગ...
૨૬-૦૮-૧૯૯૭
0 comments
Leave comment