61 - જો પાછા વળી શકાત / લલિત ત્રિવેદી


લઈને અખંડ સાંજ જો પાછા વળી શકાત
આપીને એક વળાંક જો પાછા વળી શકાત

જળમાં રહી જવાત ને જળમાં વહી જવાત
મોજાંની સાથ સાથ જો પાછા વળી શકાત

એકાદ ખૂણો હોત ને દીવાની જ્યોત હોત
ભીતર તરફ જવાત જો પાછા વળી શકાત

દીવાલ હોત નહીં અને પડઘા પડત નહીં
તમને ન દેત સાદ જો પાછા વળી શકાત

હું પણ ક્ષિતિજ સુધી આ હથેળીનું મૌન છું
થીજી ન જાત રાત જો પાછા વળી શકાત

ડિસેમ્બર ૧૯૯૮


0 comments


Leave comment