65 - છે ગઝલ આ / લલિત ત્રિવેદી
છે ગઝલ આ, જાત પણ એમાં ઉમેર
આપણી મિરાત પણ એમાં ઉમેર
એક ઘર તણખા-તણખલાનું હતું
આજ ઝંઝાવાત પણ એમાં ઉમેર
વેશ ઝાઝા છે કે ઝાઝી રાત છે?
કોક દિ’ નિરાંત પણ એમાં ઉમેર
એક રણમાં સાત કણ ખૂટે હજી
તારા દરિયા સાત પણ એમાં ઉમેર
થોડી પા પા પગલી ને પાટી ને પેન
કખગથી ઘાત પણ એમાં ઉમેર
હા, જરા હુસ્નેખયાલી રાખજે
ખિન્ન પ્રત્યાઘાત પણ એમાં ઉછેર
વર્ષ - ૧૯૯૮
આપણી મિરાત પણ એમાં ઉમેર
એક ઘર તણખા-તણખલાનું હતું
આજ ઝંઝાવાત પણ એમાં ઉમેર
વેશ ઝાઝા છે કે ઝાઝી રાત છે?
કોક દિ’ નિરાંત પણ એમાં ઉમેર
એક રણમાં સાત કણ ખૂટે હજી
તારા દરિયા સાત પણ એમાં ઉમેર
થોડી પા પા પગલી ને પાટી ને પેન
કખગથી ઘાત પણ એમાં ઉમેર
હા, જરા હુસ્નેખયાલી રાખજે
ખિન્ન પ્રત્યાઘાત પણ એમાં ઉછેર
વર્ષ - ૧૯૯૮
0 comments
Leave comment