46 - મંદિર ખૂલે છે / લલિત ત્રિવેદી
આ ઓમ નમ: શિવાયનો અધ્યાય છે, પ્રિયે !
આ ટેરવાં જ આપણો પર્યાય છે, પ્રિયે !
અંત:કરણમાં એવો પવન વાય છે, પ્રિયે !
જુઓ ત્વચા ધજા સમી લહેરાય છે, પ્રિયે !
અવ ટેરવાંમાં એવું કશુંક થાય છે, પ્રિયે !
કે ટેરવાંમાં ટેરવાં પડઘાય છે, પ્રિયે !
મંદિર ખૂલે છે એમ ખૂલે છે આ મન હવે
આંખો મીંચું કે શંખનાદ થાય છે, પ્રિયે !
એકસો ને આઠ વાર કદી ક્યાં રટાય છે
વચ્ચે જ ક્યાંક ધ્યાન લાગી જાય છે, પ્રિયે !
જુઓ મળી છે કેવી સમાધિની અવસ્થા
આકાશ ટેરવાંમાં ઉલ્લંઘાય છે, પ્રિયે !
વર્ષ - ૧૯૯૫
આ ટેરવાં જ આપણો પર્યાય છે, પ્રિયે !
અંત:કરણમાં એવો પવન વાય છે, પ્રિયે !
જુઓ ત્વચા ધજા સમી લહેરાય છે, પ્રિયે !
અવ ટેરવાંમાં એવું કશુંક થાય છે, પ્રિયે !
કે ટેરવાંમાં ટેરવાં પડઘાય છે, પ્રિયે !
મંદિર ખૂલે છે એમ ખૂલે છે આ મન હવે
આંખો મીંચું કે શંખનાદ થાય છે, પ્રિયે !
એકસો ને આઠ વાર કદી ક્યાં રટાય છે
વચ્ચે જ ક્યાંક ધ્યાન લાગી જાય છે, પ્રિયે !
જુઓ મળી છે કેવી સમાધિની અવસ્થા
આકાશ ટેરવાંમાં ઉલ્લંઘાય છે, પ્રિયે !
વર્ષ - ૧૯૯૫
0 comments
Leave comment