32 - કાવડ અમારી / લલિત ત્રિવેદી
સુગંધો પાર કરવાની નથી ત્રેવડ અમારી
ભજનમાં બેસીએ ક્યાં-બહુ દુખે છે કડ અમારી
રૂંવાંની લાહ્યમાં દાઝી ગઈ છે ઝડ અમારી
નમી ગૈ ઊંબરામાં કાશીની કાવડ અમારી
બચાવી પણ નથી શકતા ક્ષણો ઉજ્જડ અમારી
કસોકસ ઘરનાં બારીબારણે છે તડ અમારી
ન જાણ્યું જાનકીનાથે કહીને ભોગવે સબરસ
રમે ત્રણસો ને પાંસઠ વર્તુળે આ જડ અમારી
નહિતર જાત પેટાવત અને વસ્ત્રો ય રણકાવત
હજી ઘરબારની મોતાજ છે વઢછડ અમારી
ઠરીને ઠામ થૈ બેઠા છીએ આ ઢોલિયો ઢાળી
આ સ્વાદુ ઓડકારો ને આ છપ્પન ગડ અમારી
અગાસી ઘરમાંથી આકાશલગ જાતી છટકબારી
નિરસણી કાષ્ઠની ને કાષ્ઠ ઉતરચડ અમારી
સ્મરણ જેવી શરીર જેવી મમત છે ઘરની પણ, ઠાકુર
તમે આરસ છો એ જગ્યામાં છે સાંકડ અમારી
વર્ષ - ૨૦૦૬
ભજનમાં બેસીએ ક્યાં-બહુ દુખે છે કડ અમારી
રૂંવાંની લાહ્યમાં દાઝી ગઈ છે ઝડ અમારી
નમી ગૈ ઊંબરામાં કાશીની કાવડ અમારી
બચાવી પણ નથી શકતા ક્ષણો ઉજ્જડ અમારી
કસોકસ ઘરનાં બારીબારણે છે તડ અમારી
ન જાણ્યું જાનકીનાથે કહીને ભોગવે સબરસ
રમે ત્રણસો ને પાંસઠ વર્તુળે આ જડ અમારી
નહિતર જાત પેટાવત અને વસ્ત્રો ય રણકાવત
હજી ઘરબારની મોતાજ છે વઢછડ અમારી
ઠરીને ઠામ થૈ બેઠા છીએ આ ઢોલિયો ઢાળી
આ સ્વાદુ ઓડકારો ને આ છપ્પન ગડ અમારી
અગાસી ઘરમાંથી આકાશલગ જાતી છટકબારી
નિરસણી કાષ્ઠની ને કાષ્ઠ ઉતરચડ અમારી
સ્મરણ જેવી શરીર જેવી મમત છે ઘરની પણ, ઠાકુર
તમે આરસ છો એ જગ્યામાં છે સાંકડ અમારી
વર્ષ - ૨૦૦૬
0 comments
Leave comment