62 - રોજ વધતા જાય છે / લલિત ત્રિવેદી
આ નગરના ધમપછાડા રોજ વધતા જાય છે
ઇંટનાં ધાડાં ને ધાડાં રોજ વધતા જાય છે
આભની આડા ધુમાડા રોજ વધતા જાય છે
પ્રાણવાયુ પર કુહાડા રોજ વધતા જાય છે
મૂળ લગ પ્રસરી ગઈ જીવાત માટીમાં હવે
ઠેઠ ઘરેઘરમાં સીમાડા રોજ વધતા જાય છે
હોય રોજિંદો દિવસ રવિવાર યા કોઈ રજા
એક સરખા રાતદહાડા રોજ વધતા જાય છે
નીર ને નીરણના રણ આવી ગયા છે આંગણે
ખાટલે થાકેલ ગાડાં રોજ વધતા જાય છે
જો ફરી ભેગા કરી જોડો તો જુદો જણ બને
ટુકડા આ ઊભા ને આડા રોજ વધતા જાય છે
“વાયુ મારા માર્ગ વચ્ચેથી હજી ખસતો નથી”
- કોના આવા બૂમબરાડા રોજ વધતા જાય છે
વર્ષ - ૨૦૦૦
ઇંટનાં ધાડાં ને ધાડાં રોજ વધતા જાય છે
આભની આડા ધુમાડા રોજ વધતા જાય છે
પ્રાણવાયુ પર કુહાડા રોજ વધતા જાય છે
મૂળ લગ પ્રસરી ગઈ જીવાત માટીમાં હવે
ઠેઠ ઘરેઘરમાં સીમાડા રોજ વધતા જાય છે
હોય રોજિંદો દિવસ રવિવાર યા કોઈ રજા
એક સરખા રાતદહાડા રોજ વધતા જાય છે
નીર ને નીરણના રણ આવી ગયા છે આંગણે
ખાટલે થાકેલ ગાડાં રોજ વધતા જાય છે
જો ફરી ભેગા કરી જોડો તો જુદો જણ બને
ટુકડા આ ઊભા ને આડા રોજ વધતા જાય છે
“વાયુ મારા માર્ગ વચ્ચેથી હજી ખસતો નથી”
- કોના આવા બૂમબરાડા રોજ વધતા જાય છે
વર્ષ - ૨૦૦૦
0 comments
Leave comment