84 - ક્યાં ધજા ફરકતી હશે? / લલિત ત્રિવેદી
મહેરબાની કરીને આવ હવે
સાવ ખાલી છે આ તળાવ હવે
કોને જઈને કહું હું રાવ હવે?
તું નથી દેતો હાવભાવ હવે
કોઈ ના લાગ કે લગાવ હવે
પંડની પાસે એમ જાવ હવે
વચ્ચે વચ્ચે છે ક્યાંક શ્રાવણ પણ
એકસરખો નથી અભાવ હવે
ક્યાંય પગલાં પડે ન એ રીતે
આપ દુનિયાની વચ્ચે જાવ હવે
યાદ છે મેં તને કીધેલું કે
સાત સાગર તરીને આવ હવે
શું ખબર ક્યાં ધજા ફરકતી હશે ?
કેટલા બાકી છે પડાવ હવે ?
વર્ષ - ૧૯૯૮
સાવ ખાલી છે આ તળાવ હવે
કોને જઈને કહું હું રાવ હવે?
તું નથી દેતો હાવભાવ હવે
કોઈ ના લાગ કે લગાવ હવે
પંડની પાસે એમ જાવ હવે
વચ્ચે વચ્ચે છે ક્યાંક શ્રાવણ પણ
એકસરખો નથી અભાવ હવે
ક્યાંય પગલાં પડે ન એ રીતે
આપ દુનિયાની વચ્ચે જાવ હવે
યાદ છે મેં તને કીધેલું કે
સાત સાગર તરીને આવ હવે
શું ખબર ક્યાં ધજા ફરકતી હશે ?
કેટલા બાકી છે પડાવ હવે ?
વર્ષ - ૧૯૯૮
0 comments
Leave comment