39 - દેરી બનાવીએ / લલિત ત્રિવેદી
આ ટેરવાંની ટોચ પર દેરી બનાવીએ
ને ૧૦૮ મણકાઓને એમાં સ્થાપીએ
નાડી નીતારીએ નમ: દોરો રચાવીએ
ચોરાસી લાખ જન્મની માળા પરોવીએ
અવરોધ જન્મોજન્મનાં રસ્તામાં પડ્યા છે
દોરાથી આરપાર હવે કેમ પહોંચીએ ?
મણકાના શિખર પર તો પછી પહોંચશું પ્રિયે !
આ મનથી ટેરવાં સુધીની ખીણ વટાવીએ
એકસોને આઠ વાર અટકીએ ફરી ફરી
એકસોને આઠ વાર આ હોવાને ત્યાગીએ
થોડાક સ્પર્શ ઓમ નમ: શિવાય છે પ્રિયે !
કે આંગળીમાં આંગળી, ચાલો પરોવીએ
વર્ષ - ૧૯૯૫
ને ૧૦૮ મણકાઓને એમાં સ્થાપીએ
નાડી નીતારીએ નમ: દોરો રચાવીએ
ચોરાસી લાખ જન્મની માળા પરોવીએ
અવરોધ જન્મોજન્મનાં રસ્તામાં પડ્યા છે
દોરાથી આરપાર હવે કેમ પહોંચીએ ?
મણકાના શિખર પર તો પછી પહોંચશું પ્રિયે !
આ મનથી ટેરવાં સુધીની ખીણ વટાવીએ
એકસોને આઠ વાર અટકીએ ફરી ફરી
એકસોને આઠ વાર આ હોવાને ત્યાગીએ
થોડાક સ્પર્શ ઓમ નમ: શિવાય છે પ્રિયે !
કે આંગળીમાં આંગળી, ચાલો પરોવીએ
વર્ષ - ૧૯૯૫
0 comments
Leave comment