82 - થાય તે જોયા કરો / લલિત ત્રિવેદી


તો પછી આ બાવડામાં થાય તે જોયા કરો
વંશ જેવા છાંયડામાં થાય તે જોયા કરો

વૃક્ષમાં ને પાંદડાંમાં થાય તે જોયા કરો
શું ફરક ? આ લાકડામાં થાય તે જોયા કરો

વાંસળીમાં ના વહી તે ફૂંફનું શું થાય છે?
રાત આખી દીવડામાં થાય તે જોયા કરો

સાંજ જેવું કોણ છે? વિત્યો દિવસ? ઇચ્છા? તિમિર?
કોઈ ખૂણે ઓરડામાં થાય તે જોયા કરો

આ પ્રતીતિના પ્રવાહો ને ખડક આ લોહીના
એક માણસના ઘડામાં થાય તે જોયા કરો

એક દિ’ નદીએ જઈ વહેતો કર્યો ગજરો અમે
ક્યાં સુધી કેવળ મડામાં થાય તે જોયા કરો

ફેબ્રુઆરી, ૨૦૦૦


0 comments


Leave comment