30 - પેલી તરફ / લલિત ત્રિવેદી
આ સકળ આલાપ ને આ માપની પેલી તરફ
ચાલ, ઓગળીએ આ મનના વ્યાપની પેલી તરફ
હાથમાં લસરી પડે મણકા ઉપરની એ સતત
ટેરવાં ના જઈ શકે સંતાપની પેલી તરફ
એવું શું ષડયંત્ર આ ચહેરાની રેખાઓમાં છે –
- જે મને જાવા ન દે આ ખાપની પેલી તરફ?
હું જનમજન્માંતરોની છું જનમ, હું છું જનન
કઈ રીતે હું જઈ શકું મા-બાપની પેલી તરફ?
છેવટે ઓળંગીને પહોંચી જવાનું હોય છે
આપની પેલી તરફ ને જાપની પેલી તરફ?
વર્ષ - ૧૯૯૪
ચાલ, ઓગળીએ આ મનના વ્યાપની પેલી તરફ
હાથમાં લસરી પડે મણકા ઉપરની એ સતત
ટેરવાં ના જઈ શકે સંતાપની પેલી તરફ
એવું શું ષડયંત્ર આ ચહેરાની રેખાઓમાં છે –
- જે મને જાવા ન દે આ ખાપની પેલી તરફ?
હું જનમજન્માંતરોની છું જનમ, હું છું જનન
કઈ રીતે હું જઈ શકું મા-બાપની પેલી તરફ?
છેવટે ઓળંગીને પહોંચી જવાનું હોય છે
આપની પેલી તરફ ને જાપની પેલી તરફ?
વર્ષ - ૧૯૯૪
0 comments
Leave comment