67 - એટલું પૂરતું નથી / લલિત ત્રિવેદી
વિશ્વ થાતું જાય ઝાંખું એટલું પૂરતું નથી
પોપચાં હું બંધ રાખું એટલું પૂરતું નથી
એક આખો બાગ અંદરથી ઊઘડવો જોઈએ
બારણું એકે ન વાખું એટલું પૂરતું નથી
સિંહ પણ પ્રતિબધ્ધ થોડા જોઈએ આ શહેરમાં
હું પ્રમાણિકતા જ દાખું એટલું પૂરતું નથી
લાક્ષણિકતા પણ ક્રિયાઓમાં પ્રગટવી જોઈએ
ગાલે હો એકાદ લાખું એટલું પૂરતું નથી
સાથે સાથે ક્યાં છે સ્નાયુબદ્ધ ને કાતિલ નજર ?
કોઈ બેઅદબી ન સાંખું એટલું પૂરતું નથી
આપ પથ્થરને અડો ને જીવતી વ્યક્તિ મળે
રામજી ! હું બોર ચાખું એટલું પૂરતું નથી
વર્ષ - ૨૦૦૦
પોપચાં હું બંધ રાખું એટલું પૂરતું નથી
એક આખો બાગ અંદરથી ઊઘડવો જોઈએ
બારણું એકે ન વાખું એટલું પૂરતું નથી
સિંહ પણ પ્રતિબધ્ધ થોડા જોઈએ આ શહેરમાં
હું પ્રમાણિકતા જ દાખું એટલું પૂરતું નથી
લાક્ષણિકતા પણ ક્રિયાઓમાં પ્રગટવી જોઈએ
ગાલે હો એકાદ લાખું એટલું પૂરતું નથી
સાથે સાથે ક્યાં છે સ્નાયુબદ્ધ ને કાતિલ નજર ?
કોઈ બેઅદબી ન સાંખું એટલું પૂરતું નથી
આપ પથ્થરને અડો ને જીવતી વ્યક્તિ મળે
રામજી ! હું બોર ચાખું એટલું પૂરતું નથી
વર્ષ - ૨૦૦૦
0 comments
Leave comment