43 - માગી લો રજા / લલિત ત્રિવેદી


પ્રિયે ! આ ટેરવાંને જુઓ કેવી છે મજા !
રુદ્રાક્ષ હાથમાં અને આંખોમાં આવ-જા !

એક ધ્યાન થૈને જાપ જપો ઓમ નમ: શિવાય
નહિતર મૂકી દો માળા અને માગી લો રજા !

કિંશુકકળીનો કેફ છે અત્યારે ટેરવે
માળાને સ્પર્થવામાં અમને આવે છે લજા !

સૂડાનો એ જ રંગ છે આ બંધ આંખમાંય
સ્પર્શો ઉછેરવાની હવે ભોગવો સજા !

સાધુ ! હમારા ટેરવાં નટખટ બહુત હૈ
સમજાબુઝાકે કહ દો કે ઇધરઉધર ન જા !

હો ટેરવાંની ટોચ કે મણકાનું હો શિખર
શું ફર્ક જેના શ્વાસમાં ફરક્યા કરે ધજા !

વર્ષ - ૧૯૯૫


0 comments


Leave comment