79 - કોઈ ઉતારો લૂણ / લલિત ત્રિવેદી


સપનાં સલાટનાં અને પગલાં વિરાટનાં
મટિયાલા હાથમાં હજી ધાગા વણાટના

છે જાત ને જણસનાં તુમુલ સાટોસાટના
કોઈ ઉતારો લૂણ મારા ખારાપાટના

મધરાતની સુંગંધમાં કમરા કબાટના
ઉપવન ઊઘડતાં જાય છે પાલવની વાટના

તો વાંચ મારી આંખમાં પહાડોનાં રમ્ય ઢાળ
સાંભળ રણકતા વાયરા હિંડોળાખાટના

બહુ આરપાર છે હજી તારા સુધીનો વ્યાપ
નહિતર વિકટ ને ગૂઢ છે નક્ષત્ર વાટના

કાશી લગીની ધૂળના આંબા ખૂટે નહીં
કરવતની તીક્ષ્ણ ટોચ છે ચંદન લલાટના

એપ્રિલ, ૨૦૦૧


0 comments


Leave comment