94 - કોઈ અંત નથી / લલિત ત્રિવેદી
જિવાઈનો આ ઝુરાપાનો કોઈ અંત નથી
આ ખૂશ્બુઓનો પૂજાપાનો કોઈ અંત નથી
ત્રિવિધ અગનનો કઢાપાનો કોઈ અંત નથી
પચીસ-પાંચના દાપાનો કોઈ અંત નથી
ખુદાઈ તારી કે દરિયાનો કોઈ અંત નથી
તું યે ગણી જો, તરાપાનો કોઈ અંત નથી
ન દોરો પ્રોઈ શકું કે ન સોય છોડી શકું
આ જીવ જેવડા ખાપાનો કોઈ અંત નથી
ક્ષિતિજ વિલાસ છે ચક્ષુનો સમજજે નહિતર
પ્રિયાની લટનો બળાપાનો કોઈ અંત નથી
જગા છે ક્યાં કે કોઈ નામ પણ લખાય હવે
સમસ્ત દુર્ગમાં થાપાનો કોઈ અંત નથી
ગઝલ હરેક તમારી વિશિષ્ટ ભ્રમણા છે
જુઓ કે શુભ્ર પર કાપાનો કોઈ અંત નથી
વટાવું માંડ જિરણ ખખડધજ અને ભેદી
આ ખંડિયેરમાં ઝાંપાનો કોઈ અંત નથી
વર્ષ - ૨૦૦૩
આ ખૂશ્બુઓનો પૂજાપાનો કોઈ અંત નથી
ત્રિવિધ અગનનો કઢાપાનો કોઈ અંત નથી
પચીસ-પાંચના દાપાનો કોઈ અંત નથી
ખુદાઈ તારી કે દરિયાનો કોઈ અંત નથી
તું યે ગણી જો, તરાપાનો કોઈ અંત નથી
ન દોરો પ્રોઈ શકું કે ન સોય છોડી શકું
આ જીવ જેવડા ખાપાનો કોઈ અંત નથી
ક્ષિતિજ વિલાસ છે ચક્ષુનો સમજજે નહિતર
પ્રિયાની લટનો બળાપાનો કોઈ અંત નથી
જગા છે ક્યાં કે કોઈ નામ પણ લખાય હવે
સમસ્ત દુર્ગમાં થાપાનો કોઈ અંત નથી
ગઝલ હરેક તમારી વિશિષ્ટ ભ્રમણા છે
જુઓ કે શુભ્ર પર કાપાનો કોઈ અંત નથી
વટાવું માંડ જિરણ ખખડધજ અને ભેદી
આ ખંડિયેરમાં ઝાંપાનો કોઈ અંત નથી
વર્ષ - ૨૦૦૩
0 comments
Leave comment