35 - ત્રેપનમી રાત / લલિત ત્રિવેદી


મહિષની આંખ સમી રાત છે, ખમો હમણાં
મદિલ નિકટતા વિકટ જાત છે, ખમો હમણાં

ક્યા શ્વેતવસ્ત્રને નિરાંત છે, ખમો હમણાં
આ વ્યાઘ્રચર્મ વલોપાત છે, ખમો હમણાં

રસે છે પિંડ મરુત કેલિઓ – ભુજાઓમાં
તૃષા અરણ્યની વિસાત છે, ખમો હમણાં

આ સૂર્યકાલીન જણસ આ પ્રમત્ત આશ્ર્લેષો
અજંપો આદિ પ્રત્યાઘાત છે, ખમો હમણાં

આ વનવિહાર વિકળ તનવિહાર લાગે છે
ક્ષુધાઓ દૈવી સન્નેપાત છે, ખમો હમણાં

ગુનો કબૂલ છે અમને બદનપરસ્તીનો
વજૂદેતિશ્ના આ જઝબાત છે, ખમો હમણાં

ખમો કે જાવું નથી એકમેકથી આગળ
આ સાહચર્ય તો રળિયાત છે, ખમો હમણાં

વર્ષ - ૨૦૦૩


0 comments


Leave comment