40 - શાંત / લલિત ત્રિવેદી
પગલાં ય શાંત હોય અને હોય વાટ શાંત
હો શાંતિ... શાંતિ... શાંત સર્વ હણહણાટ શાંત
મણકામાં ઓગળી જવા દો સ્પર્શ ને હવે
પ્રિયે ! થવા દો ટેરવાંના ઉશ્કેરાટ શાંત
પીળા પડી ગયા અને જે ના ખરી શક્યા
એ શુષ્ક શુષ્ક રોમના હો ખડખડાટ શાંત
ઊમટે છે આ ત્વચામાં છડેચોક જે હજી
એ સૌ પતંગિયાના થજો ફરફરાટ શાંત
ને બોંબ ફૂટે એમ ફૂટે છે આ પરપોટા
ક્યારે થશે આ સાનસમજ હલ્દીઘાટ શાંત
કાયમ અધૂરા પાઠ રહ્યા ઓમ નમ: શિવાય
ના શાંત મન થયું ન થયા ખળભળાટ શાંત
વર્ષ - ૧૯૯૫
હો શાંતિ... શાંતિ... શાંત સર્વ હણહણાટ શાંત
મણકામાં ઓગળી જવા દો સ્પર્શ ને હવે
પ્રિયે ! થવા દો ટેરવાંના ઉશ્કેરાટ શાંત
પીળા પડી ગયા અને જે ના ખરી શક્યા
એ શુષ્ક શુષ્ક રોમના હો ખડખડાટ શાંત
ઊમટે છે આ ત્વચામાં છડેચોક જે હજી
એ સૌ પતંગિયાના થજો ફરફરાટ શાંત
ને બોંબ ફૂટે એમ ફૂટે છે આ પરપોટા
ક્યારે થશે આ સાનસમજ હલ્દીઘાટ શાંત
કાયમ અધૂરા પાઠ રહ્યા ઓમ નમ: શિવાય
ના શાંત મન થયું ન થયા ખળભળાટ શાંત
વર્ષ - ૧૯૯૫
0 comments
Leave comment