20 - વ્રજજીવન શ્યામ વિહારી રે, લાવણમાં હું લેવાણી; / બ્રહ્માનંદ સ્વામી


વ્રજજીવન શ્યામ વિહારી રે, લાવણમાં હું લેવાણી;
મેં તો મેલ્યો જગ વિસારી રે, કહાનડ તારી કેવાણઈ.... ૧

સુંદરવર રંગડો ચડીયો રે, મરમાળા મોહન તારો;
જગ તૃણ સરીખો ત્રેવડીયો રે, કુણ માને એનો ડારો.... ૨

મારે તમથી પ્રીતિ બાંધી રે, કોઈની શંકા કેમ ધરૂં;
ચિંતામણી સુંદર લાધી રે, રાંક થઈને શીદ કરું.... ૩

તમ સાથે રંગના ભીના રે, દિલડું માન્યું ડોલરીયા;
બ્રહ્માનંદના નાથ, નવીના રે, વહાલમ મેં તમને વરીયા.... ૪


0 comments


Leave comment