28 - આજ મારો નંદનો નંદન ઘેર આવ્યા; / બ્રહ્માનંદ સ્વામી


આજ મારો નંદનો નંદન ઘેર આવ્યા;
મોંઘે મોંઘે મોતીડે વધાવ્યારે સૈયો.... આજ° ટેક.

હસીને બોલાવી મુને હેતમાંહી હેરી;
રેંટો બાંધેલ સોનેરીરે સૈયો.... આજ° ૧

સોનેરી કોરનું નાખેલ ખંભે શેલું;
રસીયે કીધેલ રંગરેલું રે સૈયો.... આજ° ૨

ફૂલડાંના મેલ્યાં માથે છોગલાંરે ફરતાં;
મુને નથી વિસરતાંરે સૈયો.... આજ° ૩

બ્રહ્માનંદના વ્હાલાથી પ્રીતડી બંધાણી,
મહેણું લીધું મેં માથે તાણી રે સૈયો .... આજ° ૪


0 comments


Leave comment