45 - હાંરે બદ્રિનાથ હિંડોરે ઝુલે રે; / બ્રહ્માનંદ સ્વામી


હાંરે બદ્રિનાથ હિંડોરે ઝુલે રે;
બળવંત બહુનામી રે જગ અંતરજામી. હારે°૦

બેશ અમુલ્ય હિંડોળો રે બાંધ્યો, વિમળ વિશાળાની ડાળે રે;
નરનારાયણ નાથ બિરાજે, ઝૂલતાં રંગ ઢાળે રે.... બળવંત° ૧

શિવ બ્રહ્મા સનકાદિક સરખા, મુનિવર આવે જોવા રે;
સુંદર રૂપ બંને દોઉં બંધવ, મુક્તતણા મન મો’વારે...... બળવંત° ૨

કોઈ ગાવે કોઈ નાચે સુરમુનિ, જયજય વાણી ઉચ્ચારે રે;
બ્રહ્માનંદનો નાથ અલૌકિક, જનમન સુખ વિસ્તારે રે.... બળવંત° ૩


0 comments


Leave comment