37 - તારી મૂરતિ રે, છે જો નેણુંનો શણગાર; / બ્રહ્માનંદ સ્વામી


તારી મૂરતિ રે, છે જો નેણુંનો શણગાર;
નેણુંનો શણગાર, મારા હૈડા કેરો હાર....તારી° ટેક.

મોહન તારી મૂર્તિ જોઈને, ભૂલી છું તન ભાન;
નીરખતાં નજરામાં થઈ છું, ગજરામાં ગુલતાન....તારી° ૧

માથે ઝીણી પાઘ મનોહર, સુંદર શ્યામ શરીર;
નથી રહેતી તારું રૂપ નિહાળી, વ્રજનારીને ધીર.... તારી° ૨

બાંય જડાવું બાંધેલ બાજુ, કાજુ નંદકિશોર;
બ્રહ્માનંદ કહે મોહી છું વેણે, નેણે જાદું જોર.... તારી° ૩


0 comments


Leave comment