30 - નંદજીના લાલા લાગો છો વાલા રે / બ્રહ્માનંદ સ્વામી


નંદજીના લાલા લાગો છો વાલા રે,
નવરંગી લેહેર તુરંગી.... છોજી° ૧

નેણુનો નજારો મુને અતિ પ્યારો રે,
અલવીલા છેલ છબીલા.... છોજી° ૨

કુંજના વિહારી મૂર્તિ તારી રે,
હરિ મોરી જીવન દોરી.... છોજી° ૩

બ્રહ્માનંદ કહે છે મન મારું રહે છે રે,
વેણામાં તારા નેણાંમાં.... છોજી° ૪


0 comments


Leave comment