7 - જાણી જાણી છબીલા તારી વાતડી / બ્રહ્માનંદ સ્વામી


જાણી જાણી છબીલા તારી વાતડી, ઘણી કીધી છે મુજને ઘાતડીજીરે...૧

તમ કાજે સજી મેં તો સેજડી, તમને વચમાં બીજી નવરી જડીજીરે...૨

તમે મુજને બાંધી ગયા કોલમાં, જઈ મહાલ્યા તમે કોઇના મહાલમાંજીરે...૩

એવી કોણ મળી તમને માનની, જેણે શુદ્ધ ભુલાડી ખાનપાનનીજીરે...૪

બ્રહ્માનંદ કહે જોઈ રહી વાટડી, તમે કુડની માંડી છે ભલી હાટડીજીરે...૫


0 comments


Leave comment