27 - આજ મુને સામો મળ્યો છે અલબેલો; / બ્રહ્માનંદ સ્વામી


આજ મુને સામો મળ્યો છે અલબેલો;
છોગાવાળો રંગછેલો રે આલી.... આજ° ટેક.

મોંઘામૂલી રે પહેરી મોતીડાની માળા;
ભાલ કપોલ કેસરાળા રે આલી.... આજ° ૧

ગજરા પહેર્યા છે ઘેર રંગના ગુલાબી;
શોભા ત્રિલોક કેરી દાબી રે આલી.... આજ° ૨

બાજુ કાજુરે લીધા ફૂલડાંના બાંધી;
ભમર ભમે છે તાર સાંધીરે આલી.... આજ° ૩

બ્રહ્માનંદનો વહાલો રંગડાનો ભરીઓ;
લઈને હૈયામાહીં ધરીયોરે આલી.... આજ° ૪


0 comments


Leave comment