41 - વહાલા લાગો છો વિશ્વાધાર રે, સગપણ તમ સાથે; / બ્રહ્માનંદ સ્વામી


વહાલા લાગો છો વિશ્વાધાર રે, સગપણ તમ સાથે;
મેં તો સર્વે મેલ્યો સંસાર રે, સગપણ તમ સાથે.... ૧

મારા મનમાં વસ્યા છો આવી શ્યામ રે,
સ° તમ સારૂ તજ્યું ધન ધામરે.... ૨

મારું મનડું લોભાણું તમ પાસ રે,
સ° મુને નથી બીજાની આશરે.... ૩

મારે માથે ધણી છો તમે એક રે,
સ° મારી અખંડ નિભાવજો ટેક રે.... ૪

મેં તો દેહ ધર્યો છે તમકાજ રે,
સ° તમને જોઈ મોહી છું વ્રજરાજ રે.... ૫

હું તો હેતે વેચાણી તમહાથ રે,
સ° છો બ્રહ્માનંદના નાથ રે.... ૬


0 comments


Leave comment