16 - તારી નવલ છબી નંદલાલ રે, પ્રીતમ પ્યારા રે; / બ્રહ્માનંદ સ્વામી


તારી નવલ છબી નંદલાલ રે, પ્રીતમ પ્યારા રે;
હું તો નીરખીને થઈ છું નિહાલ રે, જીવન મારા રે.... ૧

મુખે બોલો મનોહર વેણ રે, અતિ સુખકારી રે;
મારી લગની લાગી છે દિનરેણ રે, કુંજ વિહારી રે.... ૨

શોભે સોનેરી શિર પર પાઘ રે, કાનમાં મોતી રે;
મારા રસિયા મા ણીગર માવ રે, હું નિત જોતી રે.... ૩

મારા હૈડામાં નાથ હમેશ રે, દર્શન દેજો રે;
બ્રહ્મમુનિ કહે વેશ રે, આંખલડીમાં રહેજો રે.... ૪


0 comments


Leave comment