9 - સખી ગોકુળ ગામના ચોકમાં રે / બ્રહ્માનંદ સ્વામી


સખી ગોકુળ ગામના ચોકમાં રે, ખાંતે માંડ્યો રસીલે ખેલ
રમે રાસ રંગીલો રંગમાં રે... ટેક°૦

ચહુ કોરે સખાની મંડળી રે, ઊભા વચમાં છેલો અલબેલ...રમે° ૧

સખી ચાલોને જઈએ દેખવા રે, વ્હાલે પહેર્યા છે વસ્ત્ર શોભીત... રમે° ૨

તાળી પાડે રૂપાળી તાનમાં રે, મુખે ગાવ મનોહર ગીત... રમે° ૩

શોભા બની સલુણા શ્યામની રે, ઊભી વ્રજની નારી જોવા કાજ... રમે° ૪

હસી હેરે છબીલો હેતમાં રે, બ્રહ્માનંદનો વહાલો વ્રજરાજ... રમે° ૫


0 comments


Leave comment