8 - ધન્ય ધન્ય જશોદાનંદને / બ્રહ્માનંદ સ્વામી


ધન્ય ધન્ય જશોદાનંદને, ઘણે હેતે મળ્યાં ગોવિંદનેજીરે... ધન્ય° ૧

જેને નેતિ નેતિ વેદ ગાય છે, તે તો ગાયો ચારવા જાય છેજીરે... ધન્ય° ૨

જેનું ધ્યાન જોગી મનમાં ધરે, તે તો પુત્ર થઈને ઘરમાં ફરેજીરે... ધન્ય° ૩

જેનાં નામતણું લેખું નહિ, તેને ગોપી બોલાવે કહાનુડો કહીજીરે... ધન્ય° ૪

જેને કાજે મુનિ વણે દેહદમેં, તે તો બ્રહ્માનંદ ગોવાળમાં રમેજીરે... ધન્ય° ૫


0 comments


Leave comment