14 - મારા જન્મ સંગાથી જદુરાય રે, ગિરિવર ધારી રે; / બ્રહ્માનંદ સ્વામી


મારા જન્મ સંગાથી જદુરાય રે, ગિરિવર ધારી રે;
તારી મૂર્તિ વસી છે મનમાંય રે, ન ઘેલું ઘડું ન્યારી રે... ૧

તમ સાથે રંગીલા નાથ રે, બાંધી છે બેલી રે;
મારો હેતે ઝાલ્યો છે તમે હાથ રે, મ દેશો મેલી રે... ૨

મારા પ્રીતમ જીવન પ્રાણ રે, જીવું છું જોઈને રે;
તમ સંગે કરી છે ઓળખાણ રે, લોકલજ્યા ખોઈને રે... ૩

રસિયાજી મારે ઘેર રાત રે, આવીને રહોને રે;
બ્રહ્મમુનિ કહે દિલડાની વાત રે, એકાંતે આવીનને કહોને રે... ૪


0 comments


Leave comment