3 - ધન્ય ધન્ય ઘડી છે આજની રે / બ્રહ્માનંદ સ્વામી


ધન્ય ધન્ય ઘડી છે આજની રે, રૂડી ખબર આવી મહારાજનીજીરે.. ધન્ય ° ૧

સખી હળી મળી મંગળ ગાય છે, અતિ આનંદ ઉભરાયો જાય છેજીરે... ધન્ય ° ૨

મોતી થાળ ભરી ટોળે વળી, સખી હરિને વધાવા થઈ આકળીજીરે... ધન્ય ° ૩

સર્વે ઘરનો તે ધંધો વિસરી, હરિને મળવા આતુર થઈ સુંદરીજીરે.. ધન્ય ° ૪

ઘરમાંથી આવી ઉભી બારણે, બ્રહ્માનંદનાં સ્વામીને કારણેજીરે... ધન્ય° ૫


0 comments


Leave comment