29 - મારે મોહોલે આવો હસીને બોલાવો રે / બ્રહ્માનંદ સ્વામી


મારે મોહોલે આવો હસીને બોલાવો રે,
રંગભીના છેલા નંદજીના....છોજી° ૧

પાઘડલી પોચાળી બાંધી છે રૂપાળી રે,
લટકાળા મોતીડાવાળા.... છોજી° ૨

કહાના ગિરધારી મૂર્તિ તારી રે,
મનમાની છેલ ગુમાની.... છોજી° ૩

બ્રહ્માનંદના પ્યારા શોભો છો સારા રે,
કેસરીઆ રંગના ભરીઆ.... છોજી° ૪


0 comments


Leave comment