40 - મોરલીવાળા રે, મીઠી મોરલી બજાવ; / બ્રહ્માનંદ સ્વામી


મોરલીવાળા રે, મીઠી મોરલી બજાવ;
મોરલી બજાવ વાલા, પરજ કેરા લાવ....મોરલી° ટેક.

મોરલી સુણવા હું આવી, મેલી ઘરડા કેરું કામ;
વાલમ રાજી થઈ વજાડો, છોગાળા ઘનશ્યામ.... મોરલી° ૧

સુણ્યા વિના ચિત્તડામાં, નહિ આવે નિરાંત;
તે માટે હું સૌથી છાની, આવી છું એકાંત.... મોરલી° ૨

મોરલી સુણીને મેલ્યો મેં તો, સૈયરું કેરો સાથ;
પ્રેમ સુધારસ પાવોને વહાલા, બ્રહ્માનંદના નાથ.... મોરલી° ૩


0 comments


Leave comment