44 - બારી કાઢી જગતની બીક રે, વરી હું તો વનમાળી; / બ્રહ્માનંદ સ્વામી


બારી કાઢી જગતની બીક રે, વરી હું તો વનમાળી;
મેં તો સમજી વિચારી કીધું ઠીક રે, વરી હું તો વનમાળી.... ૧

તુચ્છ જાણીને કીધું છે સર્વે ત્યાગ રે,
વરી° મોહી રસિક સલુણાને રાગ રે.... ૨

મુને ચટકી લાગી છે ચિત્તમાંય રે,
વરી° બીજું વ્હાલા વિના ના સોહાય રે... ૩

મુને કાંઈ ન સુઝે કામ રે,
વરી° થયું હરિવિના સર્વે હરામરે....૪

હવે નિ:શંક થઈ છું નચિન્ત રે,
વરી થઇ જગમાં અલૌકિક જીત્ત રે.... ૫

સમજી કીધું છે તન કુરબાન રે,
વરી° બ્રહ્માનંદના વ્હાલાથી બાંધ્યા પ્રાણ.... ૬


0 comments


Leave comment