17 - લટકાળા તારે લટકે રે, લેરખડા હું લોભાણી; / બ્રહ્માનંદ સ્વામી


લટકાળા તારે લટકે રે, લેરખડા હું લોભાણી;
વાંસલડી કેરે કટકે રે, ચિત્તડાને લીધું તાણી.... ૧

છોગલીયું તારું છેલા રે, આવી અટક્યું અંતરમાં;
વણદીઠે રંગના રેલા રે, બેઠી અકલાઉં ઘરમાં.... ૨

રાતી આંખલડીની રેખું રે, મનડામાં ખૂંતી મારે;
ડોલરીયા હું નવ દેખું રે, જંપ નથી થાતો ત્યારે.... ૩

મરમાળી મૂર્તિ તારી રે, વ્હાલમ મારે ચિત્ત ચડી;
બ્રહ્માનંદના હાર હજારી રે, કેમ કરી મેલું એક ઘડી.... ૪


0 comments


Leave comment